લોહીને શુધ્ધ કરનારી મેથી તાવ, અરુચિ, ઊલટી, ઉધરસ, વાતરક્ત, વાયુ, કફ, મસા, કૃમિ તથા ક્ષય જેવી બીમારીને પણ ભગાડે છે.
•રોજ સવાર સાંજ 1-1 ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવાથી ધૂંટણ તથા હાડકાંના સાંધાઓ મજબૂત થાય છે.
•વાયુના રોગો થતા નથી, ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી. શરીર સ્વસ્થ રહે છે
•શરીરની મેદસ્વીતા પણ નથી રહેતી
•મેથીને ઘીમાં સેકીને એનો લોટ બનાવવો. પછી એના લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને કારણે થતી હાથ-પગની પીડામાં લાભ થશે.
•ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે.
•મેથીને દળી તેનુ ચુરણ બનાવી લો દરરોજ તેને ફાકો તમારી જોઈન્ટ્સની બધી જ પ્રોબ્લમ દુર થઈ જશે.
•મેથી વઘારમાં વપરાય છે. કેટલાક લોકો તેને આખી ને આખી ગળી જાય છે. જે મળ વાટે આખી નીકળતી નથી કારણ કે મેથીનું ઉપરનું પડ સૌમ્ય હોઇ તરત ફાટી જાય છે.
•ઘણા લાંબા સમયથી ઝીણો તાવ હોય, તાવ પછી અરુચિ, બેચેની, અશક્તિ ચાલુ હોય કે તાવ ઊતરી ગયા બાદ વારંવાર ઊથલો મારતો હોય તો મેથી ઉત્તમ કામ કરશે.
•મહિલાઓને સુવાવડ પછી કમરનો દુખાવો, સફેદ પાણી પડવું, ગભૉશયનું પહેલા જેવું સંકોચન ન થવું, લોહી ઓછું થઇ જવું વગેરેમાં મેથીનો ઉપયોગ કરવો પરમ હિતકર છે.
No comments:
Post a Comment