Saturday, May 19, 2012

પહેલું સુખ તે જાતે નર્યા - Health is Wealth

પહેલું સુખ તે જાતે નર્યા
આ કહેવતમાં શરીરને તંદુરસ્ત રાખવાની વાતને મહત્વ આપવામાં આવ્યું છે. શરીરના આરોગ્યની જાળવણી માટે કેટલીક વાતો ટૂંકી કવિતા કે પંક્તિરૂપે અને યાદ રહી જાય તે સ્વરૂપમાં રચવામાં આવતી અને તે દરેક જુની પેઢી તેની નવી પેઢીને આપ્યા કરતી.
નાનપણમાં મારી ‘બા’ પાસેથી આવી અનેક કંડિકાઓ સાંભળી છે. એટલી બધી વાર સાંભળી છે કે કંઠસ્થ તો  થઈ જ ગઈ છે. સાથે  લોહી માં પણ ઉતરી  ગઈછે .
 આ પંક્તિઓમાં આરોગ્ય અંગેની જે ધારદાર વાતો કરવામાં આવી છે તે અહીં યથાતથ મુકવી છે.
‘મગ કહે હું લીલો દાણો, મારા ઉપર ચાંદું, નિત્ય સેવન મારું કરતો માણસ ઉઠાડું માંદું.
‘ ‘તાવ કહે તુરિયામાં વસું, ગલકા દેખી ખડખડ હસું, ખાય દહીં-મૂળો ને ખાટી છાશ તેને ઘેર મારો વાસ.’
‘ ‘લીમડા દાતણ જે કરે, નરણે હરડે ખાય,દૂધે વાળું જે કરે તે ઘર વૈદ ન જાય.
‘ ‘આંખે ત્રિફલા દાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખૂણ.’
‘ ‘દૂધી કહે હું લાંબી લિસ્સી, દિલ મારું છે છાલ, સ્વાદ ને બળ લાવવા, નાખ ચણાની દાળ.’
‘ ‘મધ સ્વાદે મિષ્ટ પણ ખાવું નહીં ઘણું,વીસ ગ્રામ બાળકને અને પુખ્તવયનાને બમણું.’
‘ ‘ફૂદીનો સુંગધીદારને રુચિકર પણ ઘણો,કફનાશક ને વળી કામનાશક પણ ઘણો.’
‘ ‘વરિયાળી મુખવાસ કે ભૂખ જરા હળવાશ,કફનાશક ગરમ કોઠા મહી આશિષ સમી છે એ.’
‘ ‘કૂણી કૂણી કાકડી ને ભાદરવાની છાશ,તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ.’
‘ ‘આંબલિમાં ગુણ એક છે, અવગુણ પૂરા વીસ,લીંબુમાં અવગુણ એક નહીં, ગુણ છે પૂરા વીસ.’
‘ ‘મરડો માઠો રોગ, ઘણી વેદના થાય,હરડે-સાકર ચૂર્ણની પાંચ ફાકીએ જાય.’
‘ ‘જંતુનાશક ફટકડી, રસનાયિક ગુણવાન,સ્વાદે તૂરી હોય છે, કમ દામ ને મૂલ્યવાન.’
‘ ‘બલિહારી તુજ બાજરી જીના લાંબાં પાન, પાંખું આવીયું, બુઢા થયા જવાન.’
‘ ‘રાતે વહેલા જે સૂએ વહેલા ઊઠે વીર,બલ બુદ્ધિ અને ધન વધે, સુખમાં રહે શરીર.’
‘ ‘ચા-કોફી ને કોકો વહેલી પડાવે પોકો,ના સમજે તેને રોકો, જરૂર પડે તો ટોકો.’
‘ ‘પીળા રંગની રસોઈની હળદર,વાત-પિત્ત, કફ પર થાય દમદાર.’
‘ ‘ભોજન પહેલાં સદા પથ્ય આદુ લવણ-મિશ્રિત, લગાડે ભૂખ, રુચિ દે, દે કંઠ જીભે વિશુદ્ધતા.’

ઉપરની ૧૭ કંડિકાઓમાં આખુંય આરોગ્ય વિજ્ઞાન સમાઈ જાય છે. હકીકતમાં તો આપણને આપણા રસોડામાં જે દાળ-કઠોળ ઉપલબ્ધ છે તેની ઉચ્ચ ગુણવત્તાની સાચી માહિતી જ નથી. નાનપણમાં બા બટેટાનું છાલવાળું શાક કરતી અને કહેતી કે બટેટું જે નુકસાન કરે તે તેની છાલ નિમૂgળ કરે.મગની ફોતરા વગરની દાળની ગુણવત્તાની તો શું વાત કરવી? આવી દાળનો એક વાટકો પીઓ તો એક ઈંડાંમાંથી જેટલી તાકાત મળે એટલી તાકાત આ દાળમાંથી મળે. દાંત માટે મીઠાનો ઉપયોગ એ રામબાણ ઉપાય છે. 

based on article from Divyabhaskar 
http://www.divyabhaskar.co.in/article/HNL-home-tips-for-better-health-care-2987059.html

The information given in this web site is for general guidance only. The individuals must consult competent advisers. The material provided here is not intended to be personal and professional advice. the reader must not use the information to diagnose or treat a health problem. the advice is not expected to replace advice of a qualified Doctor for such treatment.  people using the information given in this web site is doing so at his/her own risk.    

Followers